<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

અંકલેશ્વરમાં નગર પાલિકાના ઢોર ડબ્બામાંથી ઢોર ગાયબ ! :20 પશુઓને કોઈ ભગાડી ગયું: પોલીસ ફરિયાદ નોંધાવાઇ

રસ્તા ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓને પાંજરે પૂર્યા હતા :પાંજરે પૂરાયેલા પશુઓ જ ગાયબ થઈ ગયા

  ફોટો

ભરૂચના અંકલેશ્વરમાં ઢોર ડબ્બામાંથી ઢોર ગાયબ થયા છે.  રસ્તા ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા. જો કે પાંજરે પૂરાયેલા પશુઓ જ ગાયબ થઈ ગયા છે.આ બનાવને પગલે ભારે ચકચાર જાગી છે

  નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી 20 પશુઓને કોઈ ભગાડી ગયું હોવાના બનાવને પગલે બેદરકારી સહિતના સવાલ ઉઠ્યા છે દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

(11:48 AM IST)