<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજકોટ સીટી-ર પ્રાંત અધિકારી તરીકે મેહક જૈનઃ નિશા બગસરામાં

આઇ.એ.એસ. કેડરના જુનિયર અધિકારીઓની બદલી સ્‍વપ્‍નીલ સીસલેની ધ્રોલ પ્રાંત અધિકારી પદે નિમણૂક

રાજકોટ તા. ર૩ :.. રાજય સરકારે આઇ. એ. એસ. કેડરના જુનિયર અધિકારીઓની બદલી કરી છે. તાલીમી સમયગાળો પૂરો કરનારા ર૦રર ની બેચના ૯ અધિકારીઓને મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) પદે નિમણુક આપવામાં આવી છે.

મેહક જૈન રાજકોટ સીટી-ર માં પ્રતિભા દહીંયા ભાવનગર, વંદના મીના કેશોદમાં સ્‍વપ્‍નીલ સીસલે ધ્રોલમાં અને અમોલ અવતે દ્વારકામાં નિયુકત થયા છે. રાજકોટના મદદનીશ કલેકટર નિશા બગસરામાં પ્રાંત  અધિકારી તરીકે નિયુકત થયા છે.

(11:54 AM IST)