News of Friday, 23rd August 2024
ડ્રગ્સની હેરાફેરી મામલે વિધાનસભામાં હોબાળો
હર્ષ સંઘવીએ વિસ્તૃત ચર્ચાની તૈયારી દર્શાવીઃ જીજ્ઞેશ મેવાણીની ટીપ્પણીથી દેકારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૩ :.. આજે ધારાસભા ગૃહમાં ગુજરાત રાજયના કચ્છ, વલસાડ, નવસારી તથા રાજય જિલ્લાઓના દરિયા કિનારે છેલ્લા ૧પ દિવસમાં આશરે રૂ. ૮પ૦ કરોડનું ડ્રગ્સ સઘન ચેકીંગ કરીને પોલીસ દ્વારા પકડેલ છે. આના પરિણામે લોકોમાં ભય અને ચિંતીની લાગણી ફેલાયેલ છે.
આ પ્રકારની હેરાફેરી અટકાવવા સરકારે લીધેલા પગલા અંગે ભાજપના ભરતભાઇ પટેલનેની જાહેર અગત્યની બાબત પર ચર્ચા હાથ ધરી.
આના ઉત્તરમાં રાજયગૃહ મંત્રીએ વિપક્ષ ઉશ્કેરાયેલ જણાવ્યું કે અધ્યક્ષ સાહેબ મારી વિનંતી છે કે આ પ્રશ્ને ચર્ચા કરવા વિરોધ પક્ષ દ્વારા જે કાંઇ પ્રશ્નો આ બાબતે પુછવામાં આવશે તેના સંપૂર્ણ જવાબ આપવા મારી તૈયારી છે.
આ તબકકે વિરોધ પક્ષના જીજ્ઞેશ મેવાણીએ આ બાબતે ટીપ્પણીઓ કરતા ગૃહમાં હોબળો મચી જવા પામ્યો હતો. પરિણામે અધ્યક્ષે જીજ્ઞેશ મેવાણીને બહાર જવાના આદેશ કર્યા હતાં. પરંતુ આ તબકકે વિપક્ષ દ્વારા હો-હા ચાલ્યું રહી હતી. પરિણામે જીજ્ઞેશ મેવાણીને ગૃહમાંથી બહાર જવાની ફરજ પડી હતી.
આ પ્રશ્નમાં જવાબ આપતા રાજયગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું રાજયના પ્રજાને ગેરમાર્ગે દોરવામાં ન આવે તેવી મારી વિપક્ષ પાસે માંગણી છે.
આ ડ્રગ્સનો મામલો ખુબ જ ગંભીર છે. આ ડ્રગ્સને ડામવા માટે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજયમાં બોટની દુર્ઘટન માટે ખુબ, સુરતમાં તક્ષશીલામાં બાળકોને કુદી કુદીને બાળકો પડતા હતા ત્યારે વિપક્ષ કયાં હતો.
આ તબકકે ફરીથી વિપક્ષ દ્વારા ગૃહમાં હો-હા કરવામાં આવી હતી. સુરતમાં એક ફેકટરીમાંથી ૧ કરોડની મોટી રકમનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આની તપાસમાં ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા પલસાણા, લીમડીમાં સાત ટીમો બનાવી અલગ-અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ સમયે જે વ્યકિત ડ્રગ્સ લેવા આવ્યો ત્યારે તેની વ્યકિતગત તપાસ કરવામાં આવી. અને વધુ વિગતો મેળવી રૂ.૮૦૦ કરોડનો જથ્થો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
