News of Friday, 23rd August 2024
અમદાવાદ જુહાપુરા વિસ્તારમાં કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું માઇનોરેટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વાગત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ન્યાયનો હુંકાર માટે ગુજરાતમાં ન્યાય યાત્રા મોરબી જિલ્લામાંથી કાઢવામાં આવી હતી. આ ન્યાયયાત્રા વિવિધ જિલ્લા ઓમાં ફરી અમદાવાદમાં પ્રવેશ થતાં પહેલાં જુહાપુરા ખાતે માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા ન્યાય યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવેલ હતું આ ન્યાય યાત્રામાં જોડાયેલએ આઈસીસીના સેક્રેટરી રામકિશન ઓજા. ઓલ ઇન્ડિયા સેવાદળના ચેરમેન લાલજીભાઇ દેસાઈ.ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ વિગેરે મહાનુભવોનું સન્માન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીર ખાન પઠાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન નાસીર ખાન પઠાણ દ્વારા કરવામાં આવેલ હતું.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
