તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 23rd August 2024
ભાભરમાં જૈન સાધ્વીજીની છેડતી મામલો આરોપીની માહિતી આપનારને ૧ લાખનું ઇનામ

ભાભર તા. ર૩: બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જૈન સાઘ્વીજીની છેડતી કરવાની ઘટનાથી જૈન સમાજમાં રોષ પર્વતી રહ્યો છે, ત્યારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. છતાં ત્રણ દિવસથી આ શખ્સ હજુ સુધી ઝડપાયો નથી. આ શખ્સનો સ્કેચ પણ તૈયાર કરીને પોલીસે સોશિયલ મીડિયામાં મૂકયો હતો, છતાં હજુ સુધી કોઈ પગેરૂ મળ્યું નથી.
પોલીસે હવે આ શખ્સની જાણકારી આપનારને રૂપિયા એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જે વ્યક્તિ આ શખ્સની માહિતી આપશે તેનું નામ પણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે.આ મુદ્દે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઉગ્ર રોષ વ્યક્ત કરીને આ કેસમાં સંડોવાયેલા શખ્સને ઝડપી લેવા માટે પોલીસને તાકીદ કરી છે. પોલીસે કોઈને આ શખ્સની માહિતી મળે તો મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૫૯૨૪, ૭૦૬૯૯ ૦૦૧૦૦ તથા પોલીસનો કંટ્રોલરૂમ નંબર ૦૨૭૪૨ - ૨૫૨૬૦૦ ઉપર જાણ કરવા માટે અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે.(૭.૩ર)
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
