<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

શહેરી આવાસ યોજનામાં ૮૯ લાખથી વધુ આવાસોમાં જોડાયુ મહિલાઓનું નામ

દેશમાં કુલ ૧૧૮.૬૪ લાખ આવાસો મંજુર : નરહરિ અમીનને કેન્‍દ્રનો જવાબ ગુજરાતમાં ૧૦ લાખ આવાસો મંજુર, તે પૈકી ૯ લાખથી વધુ આવાસોની ફાળવણી

રાજકોટ, તા. ર૩ : નરહરિ  અમીન દ્વારા પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત મહિલાઓના નામે આવાસોની નોંધણી અંગે પ્રશ્‍ન પુછવામાં આવ્‍યો હતો. તેના અનુસંધાને આવાસ અને શહેરી બાતોના રાજયમંત્રી તોખાન સાહુજીએ યોજના હેઠળ બધા રાજયોમાં ફળાવેલ મકાનો અને કામોની ભૌતિક પ્રગીતની આંકડાકીય માહિતી સહિતનો વિસ્‍તૃત જવાબ આપ્‍યો હતો.

તેમને જણાવેલ કે આ યોજના હેઠળ રાજય / કેન્‍દ્રશાસિક પ્રદેશ સરકારો દ્વારા રજુ કરવામાં આવેલી પ્રોજેકટ દરખાસ્‍તોની આધારે, મંત્રાલય દ્વારા ર.૦ લાખ કરોડની કેન્‍દ્રીય સહાય સહિત કુલ રૂા. ૮.૦૭ લાખ કરોડના રોકાણ સાથે કુલ ૧૧૮.૬૪ લાખ મકાનો મંજુર કરવામાં આવ્‍યા છે. જે પૈકી ૧૧૪.૪૦  લાખ તૈયાર થઇ ગયા છે અને ૮પ.૪૩ લાખ શહેરી વિસ્‍તારોમાં લાભાર્થીઓને અત્‍યાર સુધીમાં ફાળવવામાં આવ્‍યા છે. રાજયો/ કેન્‍દ્ર શાસિત પ્રદેશો અને પ્રાથમિક ધિરાણ સંસ્‍થાઓ (પીએલઆઇએસ) દ્વારાજ રજુ કરવામાં આવેલી માહિતી મુજબ કુલ ૧૬.૭૯ લાખ ૪૩.૬૩ લાખ અને ૩૯.૪૪ લાખ મકાનો અનુક્રમે પુરૂષો, મહિલાઓ અને સંયુકત માલિકીના નામે છે. આમ ૮૯ લાખથી વધુ મકાનો સંયુકત રીતે અથવા એકમાત્ર મહિલાઓની માલિકીના નામે છે. યોજના હેઠળ રૂા. ર લાખ કરોડની કેન્‍દ્રીય સહાય મંજુર કરવામાં આવી છે, જેમાંથી રૂા. ૧.૬૪ લાખ કરોડ રાજયો/ કેન્‍દ્રશાસિત પ્રદેશો/કેન્‍દ્રીય નોડલ એજન્‍સીઓને મંજુર કરવામાં આવ્‍યા છે.

વર્ષ ર૦ર૪-રપ ના અંદાજપત્ર મુજબ, યોજના ર.૦ નો ઉદ્દેશ્‍ય રૂા. ૧૦ લાખ કરોડના રોકાણ સાથે અને રૂા. ર.ર૦ લાખ કરોડની કેન્‍દ્રીય સહાય સાથે ૧ કરોડ શહેરી ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરીયાતો પુરી કરવાનો છે.

વધુમાં યોજના હેઠળ બધા રાજય/ કેન્‍દ્રશાસિત પ્રદેશો પ્રમાણે મંજુર કરેલ આવાસો અને લાભાર્થીઓને કેન્‍દ્રીય સહાય સહિત સોંપવામાં આવેલ અવાાસોની આંકડાકીય માહિતી આપતા રાજયમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, બધા રાજયો/ કેન્‍દ્રશાસિત પ્રદેશો/ નોડલ એજનસીઓને કુલ ૧૧.૬૪ લાખ આવાસો મંજુર કર્યા છે. તે પૈકી ૧૧૪.૪૦ લાખ તૈયાર થયા છે અને ૮પ.૪૩ લાખ પુરા કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સોંપવામાં આવ્‍યા છે. જેના માટે રૂા. ર.૦૦ લાખ કરોડની કેન્‍દ્રીય સહાય મંજુર કરી છે અને તેમાંથી રૂા. ૧.૬૪ લાખ કરોડની સહાય રીલીઝ કરી છે.

આ યોજના અંતર્ગત ગુજરાતને ૧૦,૦પ,ર૦૪ આવાસો મંજુર કર્યા છે, ૯,૮૪,૩૦૪ તૈયાર થયા છે અને ૯,૧૮,૪૯૩ આવાસો લાભાર્થીઓને સોંપવામાં આવ્‍યા છે. જેના માટે કુલ રૂા. ર૧,૦૬૪.૩૪ કરોડની સહાય મંજુર કરી છે અને તે પૈકી રૂા. ૧૯,૮૦પ.૭૬ કરોડ છુટા કર્યા છે. (૯.૧પ) 

(3:30 PM IST)