<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

વિધાનસભા કેન્‍ટીનમાં નાસ્‍તો ખાવાલાયક નહિ? પત્રકારોની ફરીયાદઃ નમૂના લેવાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૩: ત્રણ દિવસના વિધાનસભા સત્રમાં પત્રકારોને નાસ્તો કરાવવામાં આવે છે. આજે આ નાસ્તામાં વાળની માત્રા વધારે આવતા પત્રકારોઍ આ કેન્ટીન સહકારી ડેરી દ્વારા સંભાળવામાં આવે છે તેનો અમૂક ખાદ્યપદાર્થ ખાવા લાયક ન હોવાની ફરીયાદના પગલે કાયદેસર કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળે છે.આજે આ મામલો ખૂબજ ગંભીર બન્યો છે અને ફુ઼ડ-ડ્રગ્સ વિભાગના અધિકારીઅોને વિધાનસભા પત્રકાર રૂમમાં બોલાવી આ ખાદ્ય પદાર્થના નમુના લઇ જવામાં આવ્યા છે. ઉપરાંત આ વિભાગ દ્વારા કેન્ટીન ચલાવનાર સંચાલક પાસેથી લાયસન્સ મંગાવવામાં આવેલ છે. અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણીતા સહકારી નામથી ચાલતી આ કેન્ટીન સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળે છે.સંબંધિત વિભાગ તપાસ કરી વિધિવત પગલા લેશે તેવી ઉપસ્થિત અધિકારીઅોઍ ખાત્રી આપી હતી.

(3:38 PM IST)