News of Friday, 23rd August 2024
શિક્ષણ બોર્ડની ચૂંટણી વાલી અને સંચાલક વિભાગમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉમેદવારો લડશે
રાજકોટના ભરત ગાજીપરાના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડની રચના ઉમેદવાર પસંદ કરશે : ભારે લોબીંગ

રાજકોટ,તા. ર૩ : આગામી માધ્યમિક ઉ. મા. શિક્ષણ બોર્ડની ચુંટણી સંદર્ભે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મીટીંગ યોજવામાં આવી મીટીંગમાં બોર્ડની ચુંટણી વાલી સંવર્ગ અને સંચાલક સવર્ગમાં મહામંડળ સ્વતંત્રતાથી ચુંટણી લડવા ઠરાવવામાં આવ્યું છે.
મીટીંગમાં ૩૨ જીલ્લાના પ્રતિનિધિ મીત્રોએ હાજર રહી કોરકમિટી અને તમામ હોદ્દારોએ ચુંટણી સંદર્ભે પાૉમેન્ટરી બોર્ડ બનાવી દરેક જીલ્લાના પ્રતિનિધિ મિત્રોને ચુંટણી સંદર્ભે સક્રીય કરી ચુંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોના નામ મોકલવા આહવાન કરવામાં આવ્યું. ત્યાર પછી મહામંડળની પાર્લામેન્ટ બોર્ડ ઉમેદવાર પસંદ કરશે.
આ પાર્લામેન્ટરી બોર્ડમાં (૧) ભરતભાઈ ગાજીપરા-રાજકોટ (પ્રમુખ), (૨) ચુનીભાઈ ગજેરા -સુરત, (૩) મહેશભાઈ ઠકકર-અમદાવાદ, (૪) ડી.વી મહેતા-રાજકોટ, (૫) મનહરભાઈ રાઠોડ-ભાવનગર, (૬) જતીનભાઈ ભરાડ -રાજકોટ, (૭) પરબતભાઈ મોરડીયા-ભાવનગર, (૮) ઉત્પલભાઈ શાહ - વડોદરા, (૯) અજયભાઈ પટેલ-રાજકોટ, (૧૦) કપિલ સ્વામીજી-વાપી, (૧૧) નિલેશભાઈ કુંડળીયા-મોરબી, (૧૨) ડૉ.દિપકભાઈ રાજયગુરુ-સુરતનો સમાવેશ થાય છે.
ઉપરોકત પાર્લામેન્ટરી બોર્ડમાં સર્વસંમતીથી નિમણુંકને બહાલી આપવામાં આવી તેમજ દરેક જીલ્લા પ્રમુખોને મહામંડળ મજબૂત કરવા જીલ્લા/તાલુકાઓની મીટીંગો યોજીને મતદાન અને સભ્યો અંગે જાગળતિ કેળવવા આહવાન કરવામાં આવ્યું.
સુરત ઝોનમાં નવા હોદ્દેદારો ચુનીભાઈ ગજેરા-સુરત, જયસુખભાઈ કથિરીયા-સુરત, આનંદભાઈ ઝીઝાળા - સુરત, કુશભાઈ સાકરીયા-વાપી, રાજનભાઈ પટેલ - ભરૂચની સર્વાનુમતે નવી નીમણુંક કરવામાં આવી આ રીતે સંગઠન મજબૂત બને અને ચુંટણીમાં મતદાન જાગળતિ કેળવાય તે હેતુથી અમદાવાદ આનંદ-નિકેતન સ્કૂલમાં કમલ મંગલના યજમાન પદે અને વર્ચુયલ વિદ્યાપીઠના ઓનર તેજસ શાહના સહયોગથી મીટીંગ યોજાઈ. મીટીંગનું સમગ્ર સંચાલન મનહરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. મીટીંગમાં ચુંટણી સંદર્ભે પ્લાનીંગ અંગે મહેશભાઈ ઠક્કર અમદાવાદના ઝોન પ્રમુખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. મંડળના સંગઠન અને સક્રીય સભ્યો માટે મીટીંગો યોજવા માટે ચુનિભાઈ ગજેરા સુરત દ્વારા આહવાન કરવામાં આવ્યું.
જતીનભાઈ ભરાડ દ્વારા મંડળમાં નવા વરાયેલા સુરત ઝોનના સભ્યોની નિમણુંક અને આવકાર માટે જાહેર અભિવાદન કરવામાં આવ્યું.
પ્રમુખ સ્થાનેથી મીટીંગમાં રજૂ થયેલ. ફેરફારો, આગામી બોર્ડની ચુંટણી અને મંડળ ખુબ સક્રિયતાથી સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને પ્રશ્નો સંદર્ભે જાગળત રહે તેવું આહવાન કરવામાં આવ્યું. મનહરભાઈ રાઠોડ દ્વારા આભાર વ્યકત કર્યો છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
