News of Friday, 23rd August 2024
ભરૂચ સેસન્સ કોર્ટના વકીલ સલીમ મન્સૂરી 4 લાખની લાંચ લેતા ઝડપાયો
આરોપીએ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે પાંચ લાખની લાંચની માંગણી કરેલ

ભરૂચ સેસન્સ કોર્ટના વકીલસલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરી જૂની મામલતદાર કચેરી સામે ભોળાવ રોડ પર ચાર લાખની લાંચ લેતા ઝડપાયો છે આરોપીએ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે પાંચ લાખની લાંચની માંગણી કરેલ હતી જેમાં ચાર લાખમાં નક્કી થયું હતું પરંતુ ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ના હોય એસીબીનો સંપર્ક કર્યો હતો
ફરીયાદીનાં વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૨૦૨૨માં ગુનો દાખલ થયેલ હતો અને તેમનાં વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબ ની કોર્ટ માં કેસ ચાલી રહેલ છે અને હાલ ફાયનલ દલીલો પર બાકી છે .
આ કામનાં આરોપી એ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપીયા પાંચ લાખની લાંચની માંગણી કરેલ તે પૈકી રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયેલ હતો.
પરંતુ ફરીયાદી લાંચનાં નાંણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ. આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચનાં નાણાંની માંગણી કરી , સ્વીકારી, રંગેહાથ પકડાઇ ગયેલ છે.
આ કાર્યવાહીમાં ટ્રેપીંગ ઓફીસર એસ.એન.બારોટપો.ઇન્સ. એ.સી.બી.ફિલ્ડ ૩ ( ઇન્ટે.) અમદાવાદ.તેમજ મદદમાં પો.ઇ. ડી.બી.મહેતા , ફિલ્ડ - ૩ ,એ.સી.બી. સુપરવિઝન ઓફીસર-
એ. વી. પટેલમદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ.રહ્યા હતા
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
