News of Friday, 23rd August 2024
અમદાવાદમાં ફરી અનરાધાર વરસાદ : નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુરમાં અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો.
રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા:ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં . ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા

અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુરમાં અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો. જેથી રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. તો ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે.
લાંબા વિરામ બાદ ફરી અમદાવાદમાં એકવાર મેઘાની બેટિંગ જોવા મળી. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. તો નરોડા અને નિકોલ વિસ્તારમાં વરસાદ આવ્યો હતો
સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદનું આગમન થયું. ભારે વરસાદને પગલે નરોડામાં પાણી ભરાયા. તો શાહીજપુર ટાવર ગરનાળા, નરોડા પાટીયામાં ભારે વરસાદ નોંધાયો. સરદારનગર, નોબેલનગર, નાના ચિલોડામાં ભારે વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદને પગલે ભરાયા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા
GCS કોલેજથી બોમ્બે હાઉસ જતા રસ્તે વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદે જ એએમસીની કામગ્રીની પોલ ખુલ્લી પાડી છે. બોમ્બે હાઉસ નજીક વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે, સામાન્ય વરસાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર પાણી ભરાયા છે. સ્ટ્રોમ વોટર કનેક્શનની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
