News of Friday, 23rd August 2024
સાબરકાંઠાના હિંમતનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
મોતીપુરા, સહકારીજીન, છાપરિયા સહિતના વિસ્તારમાં મેઘ મહેર:કાંકણોલ, હરિપુરા કંપા, કાંકણોલ કંપા, હડિયોલમાં વરસાદી માહોલ

સાબરકાંઠાના હિંમતનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોતીપુરા, સહકારીજીન, છાપરિયા સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. કાંકણોલ, હરિપુરા કંપા, કાંકણોલ કંપા, હડિયોલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઢોડા, ગાંભોઈ, આકોદરા, બોરીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લીધે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. સિંચાઈના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
