News of Friday, 23rd August 2024
ગાંધીનગરના દેહગામમાં એક જ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો :સર્વત્ર જળબંબાકારની સ્થિતિ
નાંદોલ રોડ, પથિકાશ્રમ, મોડાસા રોડ, નહેરુ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા: રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

ગાંધીનગર : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. દેહગામમાં એક જ કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નાંદોલ રોડ, પથિકાશ્રમ, મોડાસા રોડ, નહેરુ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
