<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

રાજ્યના 79 તાલુકામાં મેઘમહેર : 25 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ :સૌથી વધુ અમરેલીના બગસરામાં પોણા 4 ઈંચ ખાબક્યો .

દહેગામમાં 2 કલાકમાં સવા 3 ઈંચ વરસાદ ,નડિયાદ અને સાગબારામાં 3 ઈંચ વરસાદ : ખેડાના મહુધા અને કપડવંજમાં અઢી ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી આજે રાજ્યના 79 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 25 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. સૌથી વધુ અમરેલીના બગસરામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો હતો . ગાંધીનગરના દહેગામમાં 2 કલાકમાં સવા 3 ઈંચ વરસાદ નોઁધાયો હતો

   ખેડાના નડિયાદ, નર્મદાના સાગબારામાં 3 ઈંચ વરસાદ પડ્યો. ખેડાના મહુધા અને કપડવંજમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. સુરતના ઉમરપાડા, તાપીના કુકરમુંડામાં 2 ઈંચને પાર વરસાદ નોંધાયો. આણંદના સોજીત્રા, નર્મદાના ડેડિયાપાડામાં 2 ઈંચ આવ્યો. 


 

(8:51 PM IST)