News of Friday, 23rd August 2024
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક નદીઓમાં ઘોડાપૂર: ઝરણાંઓ ખીલી ઉઠ્યાં: મનમોહક દ્રશ્યો સર્જાયા
અનેક શહેરનાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા :ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો તો ક્યાંક ખેતરો ધોવાઈ ગયા

અમદાવાદ : લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.
છોટાઉદેપુર જીલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. નસવાડી નજીકથી પસાર થતી અશ્વિન નદી બે કાંઠે વહી હતા. જીલ્લાની અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. સારો વરસાદ થવાનાં કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી
દાહોદ જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. લીંબડી, સંજેલી, કદવાળ, વરોડ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વીજલીનાં કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
અમદાવાદમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાએ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી હતી. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી થઈ જવા પામ્યું હતું. શહેરનાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હતા. બાપુનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો.
બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને સાળગપુર ગામે વરસાદી માહોલ જામ્યો છે. રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ પડતાં શહેરનાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા જ્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે
મહીસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લુણાવાડા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. લુણાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો
સુરતનાં ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો હતો. જીલ્લાનો એકમાત્ર ધોધ ગણાતો દેવઘાટનાં ધોધનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. દેવઘાટ ધોધનાં મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. વિરામ બાદ ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારથી ઉંમરપાડા, વડપાડા, કેવડી સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
