News of Friday, 23rd August 2024
ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને કોઈ રાહત નહીં :હજુ જેલમાં રહેવું પડશે : જામીન પર ચુકાદો અનામત
દલિત સમાજનાં યુવાનનું અપહરણ કરી માર મારવાના આરોપ; આ મામલે હવે આગામી સુનાવણી 27 ઓગસ્ટનાં તારીખે થશે

જુનાગઢમાં દલિત સમાજનાં યુવાનનું અપહરણ કરી માર મારવાના આરોપ હેઠળ ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની જામીન અરજીને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી ગણેશ ગોંડલને હજુ પણ જેલમાં રહેવું પડશે કારણ કે કોર્ટે જામીન પર ચુકાદો હાલ અનામત રાખ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 27 ઓગસ્ટનાં તારીખે થશે
ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 10 જેટલા લોકો સામે જુનાગઢમાં દલિત સમાજનાં આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારવાનો આરોપ છે. આ કેસમાં ગણેશ ગોંડલ અને તેના સાગરિતો હાલ જેલમાં છે. ગણેશ ગોંડલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પણ ગઈકાલે સુનાવણી થઈ હતી અને બંને પક્ષે પોતાની દલીલો પૂર્ણ કરી હતી.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
