<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સીસોદરાના લીઝ ધારકને ફોન પર મળી ધમકી: કહ્યું વડોદરા જીલ્લાનો પ્રમુખ સંતીષ પટેલ મારો સસરો થાય છે, તારી પોલીસ મારુ કંઈ બગાડવાની નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામમા લીઝ રાખી રેતી વેચાણનું કામ કરતા નવસારીના ઉમેશભાઈ ઓડને ફોન પર ધમકી આપતા આ મામલે એમણે રાજપીપળા પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે.  સીસોદરાના લીઝ ધારક ઉમેશભાઈ હરીશભાઈ ઓડે લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે હું જ્યારે જ્યારે ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ સીસોદરાથી અમદાવાદ જઈ રહ્યો હતો.ત્યારે ૯૬૮૭૦ ૬૫૨૦૧ નંબરના ફોન પરથી કુંજન સનતભાઈ પટેલ નામના વ્યક્તિએ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી જણાવ્યું હતું કે સીસોદ્રા ગામમા તાકાત હોય તો આવ તને જીવતો નહી જવા દઉં. તુ સુરતની પોલીસ બોલાવ,  વડોદરા જીલ્લાનો પ્રમુખ સંતીષ પટેલ મારો સસરો થાય છે.તારી પોલીસ મારુ કંઈ બગાડવાની નથી.
   લીઝ ધારક ઉમેશ ઓડે જણાવ્યું હતું કે કુંજન પટેલ માથા ભારે અને ઝનુની વ્યકિત લાગે છે.અને હાલ પોતે લંડનથી પરત આવ્યો હોવાથી આર્થિક રીતે સક્ષમ હોય ગમે ત્યારે મારી ઉપર અન્ય માણસો મારફતે જીવલેણ હુમલો કરે કે કરાવે તેવો મને ભય છે.જેથી પોલીસ એની વિરૂદ્ધ ફરીયાદ નોંધી કડક કાર્યવાહી કરે એવી મારી માંગ છે.

(10:44 PM IST)