<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

મોટા લીમટવાડા ગામના રાજપીપળા અભ્યાસ કરવા આવતા 50 જેવા વિદ્યાર્થીઓનો ડેપો પર હલ્લાબોલ

બસ સુવિધા નહિ મળતા મોટાલીમટવાડાથી આ વિદ્યાર્થીઓ 8 કિલોમીટર ચાલીને દરરોજ શાળામાં આવવા મજબૂર:ગામની કોઈ અલગ બસ નહિ હોવાથી ડેડીયાપાડા કે એ તરફથી આવતી બસો માં જગ્યા મળે તો આ વિદ્યાર્થીઓ બેસે નહિ તો પગપાળા શાળા માં આવવા મજબૂર:ધોરણ ૯. ૧૦ અને ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચે તો કાઢી મૂકવામાં આવે જેના કારણે તેમનો અભ્યાસ પણ બગડે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના કેટલા ગામોમાં સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે  છે આવીજ એક ઘટના આજે રાજપીપળા એસટી ડેપોમાં જોવા મળી, ડેપો માં મોટા લીમટવાડા ગામના વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરતા નજરે પડ્યા હતા.
    ડેપોમાં ભેગા થયેલા 50 જેટલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેઓ દરરોજ તેમના ગામથી રાજપીપળા આઠ કિલોમીટર પગપાળા અભ્યાસ માટે આવે છે કેમ કે તેમના ગામની કોઈ અલગ બસ ડેપો માંથી ફાળવવામાં આવી નથી આ માટે બે વાર રજૂઆત કરી છે છતાં પણ બસ આવતી નથી અને ડેડીયાપાડા કે અન્ય ગામની આવતી બસોમાં ક્યારેક જગ્યા મળે તો તેઓ બેસી હતા હોય છે પણ મોટાભાગે ચાલતા જ આવવાનું થતું હોવાથી તેઓ સમયસર શાળામાં પહોંચતા નથી જેના કારણે અમારા સાહેબ અમને શાળામાંથી બહાર કાઢી મૂકતા અમારો અભ્યાસ બગડે છે, અમે બધા ધોરણ ૯.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ છીએ માટે અમારે નિયમિત શાળાના અભ્યાસ કરવો જરૂરી છે પરંતુ એસટી ડેપો માંથી અમારા ગામની કોઈ અલગ બસ મૂકવામાં આવતી નથી.
  વિદ્યાર્થીઓના હલ્લાબોલમાં નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ પણ દરમિયાનગીરી કરી જણાવ્યું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ તકલીફ વેઠી રાજપીપળા સુધી અભ્યાસ કરવા આવે છે, એસટી વિભાગ આ માટે યોગ્ય પગલાં લઈ બસ ની નિયમિત સુવિધા પૂરી પાડે એ જરૂરી છે

(10:47 PM IST)