News of Friday, 23rd August 2024
નર્મદા DDOએ નાંદોદ તાલુકાના ત્રણ તલાટીઓની વહીવટી હીત માટે આંતરિક બદલી કરી
નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ નાંદોદ તાલુકાના ત્રણ તલાટીઓની બદલી કરતા પંચાયત કર્મચારીઓમાં ચર્ચનો વિષય બન્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ નાંદોદ તાલુકા ના ટંકારી , તેમજ ઓરી -1 અને ઓરી-2 આમ ત્રણ તલાટીઓ ની આંતરિક બદલીના હુકમ કર્યાં છે, જોકે સામાન્ય રીતે તલાટીઓની સામુહિક બદલીઓ થતી હોય છે પરંતુ ત્રણ તલાટી માટે ખાસ હુકમ થતા શું થયું હશે? કોઈ રાજકીય દબાણ હશે ? જેવા અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ એક તલાટી લાંબી રજા પર જતા વહીવટી હીત માટે ત્રણ તલાટીની બદલી કરી છે.
અમુક તાલુકામાં તલાટીઓ મનમાની કરતા હોય, સમયસર હાજર નહિ રહેતા હોય જેના કારણે લોકો ને તકલીફ પડતી હોવાની ઘણીવાર બૂમ ઊઠે છે માટે હવે અમુક સમય બાદ DDO એ સામુહિક બદલી કરવી જરૂરી છે. તો ડીડીઓ હવે સામુહિક બદલીઓ ક્યારે કરે છે તેની સૌ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
