<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

આમલેથા પોલીસે દેશી દારૂ ગાળવાની 2 ભઠ્ઠીનો નાશ કરી બે મહિલા વિરૂદ્ધ ગુના દાખલ કર્યા

જિલ્લામાં અંગ્રેજી દારૂનું ધૂમ વેચાણ છતાં આંખ આડા કાન કરી દેશી દારૂની ભઠ્ઠી કે પોટલીઓ પકડી પોલીસ દેખાડો કરે છે:દેશી દારૂ વેચી પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા મહિલાઓને પકડી કેસ કરી પોલીસ બહાદુરી બતાવે છે..?!!:જિલ્લામાંથી અમુક જ માત્રામાં અંગ્રેજી દારૂ પકડી દેખાડો કરાઈ છે અને મોટા બૂટલેગરો બિન્દાસ ધંધો કરતા હોવાની ચર્ચા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા પોલીસ દરરોજ દેશી દારૂ વેચતી મોટાભાગની વિધવા મહિલાઓ પર બે ચાર પોટલી પકડી કેસ કરે છે, ક્યારેક અમુક અંગ્રેજી દારૂની બે ચાર બોટલો પણ પકડે છે અને પોલીસ દારૂબંધી બાબતે સતર્ક છે તેવી છાપ ઊભી કરે છે પરંતુ ખરેખર ચર્ચાતી વાત મુજબ નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે અંગ્રેજી દારૂનું ખાનગી રાહે ધૂમ વેચાણ થાય છે પીનારા પણ પેટ ભરીને પીએ છે જેમાં ફક્ત દારૂ પી વાહન ચલાવતા વ્યક્તિઓને જ પોલીસ પકડી પીધેલા નો કેસ કરે છે, કેમ વેચાણ કરનાર સામે કાર્યવાહી નથી થતી..? ગુજરાત માં દારૂબંધી છે માટે જ આખા ગુજરાતની પોલીસને પગાર ઉપરાંત ની બીજી બમણી આવક આવા બેનંબરી ધંધા માંથી મળે છે જેમાં પોલીસના ઉપરી અધિકારીઓ સહિત નીચલા કર્મચારી સાથે કેટલાક રાજકારણીઓ પણ પોતાના અંગત ફાયદા માટે આ ધંધા ચાલવા દેતા હોય છે, અને મામૂલી ધંધો કરતા લોકો ને પકડી બહાદુરી બતાવે છે. જોકે આ હપ્તા સિસ્ટમ ફક્ત જે તે જિલ્લાના અધિકારીઓ પૂરતી સીમિત નથી પોલીસ વિભાગમાં ઉપર લેવલે બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પણ આમાં સામેલ છે તેવી પણ ચર્ચા સંભળાઈ છે માટે જો આ બાબત સાચી હોય તો ગુજરાત માથી દારૂબંધી હટાવી છૂટ આપી દેવી જોઈયે.
હાલમાં વાત કરીએ આમલેથા પોલીસની તો આમલેથા પોલીસે દેશી દારૂ ગાળવાની બે ભઠ્ઠી નો નાશ કરી મુદ્દામાલ પકડી બે મહિલાઓ સામે ગુના દાખલ કર્યા છે જેમાં ખામર ત્રણ રસ્તા પાસે એક મહિલા પોતાનાં ઘરની બાજુમાં આવેલ નાવણીયામાં દેશી દારૂ ગાળવા માટેનો ગોળ મહુડા, પાણી મિશ્રિત ઠંડો વોશ લીટર- ૧૫,પ્રોહી. મુદ્દામાલ એક પ્લા.નાં નાના પીપમાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવતા મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજો ગુનો નામલગઢ ગામે દાખલ થયો જેમાં એક મહિલા પોતાનાં ઘરનાં વાડામાં દેશી દારૂ ગાળવાનો ઠંડો વોશ લીટર-૨૫નો પ્રોહી મુદ્દામાલ એક પ્લા.ના કેરબામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવી ગુનો કરતા ઉપરોક્ત બને મહિલાઓ વિરૂદ્ધ આમલેથા પોલીસે ગુના દાખલ કર્યા છે.
દારૂની જેમ નર્મદા જિલ્લામાં જુગારના અડ્ડા પણ ઘણી જગ્યા પર ધમધમે છે પરંતુ જે અડ્ડા વાળા ભરણ આપતા હોય તેમના પર પોલીસ કેસ કરતી નથી અથવા ક્યારેક થોડા ઘણા રૂપિયા બતાવી એ જગ્યા પર કાર્યવાહી કરી હોવાનો દેખાડો કરે છે, પરંતુ ભરણ વિના કોઈ નાનો મોટો જુગાર ચલાવે તો પોલીસ તેના પર ત્રાટકી કાયદેસર કાર્યવાહી કરે છે.
આ રીતે કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓમાં પણ ને તે તાલુકાની પોલીસ ભરણ લઈ બિન્દાસ પણે ટ્રકો પસાર કરે છે, તેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો જો ટ્રક પકડવા પીછો કરે તો ક્યારેક કેસ થાય છે અને ક્યારેક વાહન ચાલક પાસે બધી પરવાનગી હોવાનું કહી છોડી દેવામાં આવે છે તેવી વાત ઘણા સમયથી જિલ્લામાં ચર્ચામાં રહી છે. અને જો ઉપરોક્ત તમામ હકીકત સાચી હોય તો આવી ગંભીર બાબતે કોણ પગલાં લેશે એ પણ એક સવાલ ઊઠે છે

(10:50 PM IST)