<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સોઈકૂવા ગામની કુદરતી હાજતે ગયેલી મહિલા ગુમ થતાં પોલીસ ની મદદ લેવાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સોઈકુવા ગામના મહિલા ગુમ થતાં પરિવારે પોલીસને જાણ કરી શોધવા મદદ માંગી છે
     મળતી માહિતી મુજબ ગુમ થનાર મનીષાબેન W/O આકાશભાઇ મહેંદ્રભાઇ ભીલ (ઉ.વ.૨૦ )(મુળ રહે.નનુપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર હાલ રહે.સોઇકુવા તા. તિલકવાડા જી.નર્મદા) નાઓ ગઇ તા.૨૦/૦૮/૨૦૨૪ના બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે કુદરતી હાજતે જાઉ છુ તેમ કહી ક્યાંક જતા રહેલ છે જેની શોધખોળ કરતા આજદીન સુધી મળી આવેલ ન હોય અને ક્યાંક ગૂમ થઇ જતાં તિલકવાડા પોલીસે તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:51 PM IST)