News of Friday, 23rd August 2024
નર્મદા: કુદરતી હાજતે જતા પતિને વીડિયો કોલ કરનાર પત્નીને પતિએ ઠપકો આપતાં ઝેરી દવા ગટગટાવી
મૂળ ખંભાત રહેતા અને હાલ ગરુડેશ્વર તાલુકાના વાગડીયા ગમમાં રહેતી મહિલાએ આ પગલું ભર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડીયા ગામમાં પતિ એ ઠપકો આપતા પત્નીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે લઈ જવાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર અરુણાબેન વા/ઓ અલ્પેશભાઇ ચૌહાણ( ઉ.વ.૨૮) ધંધો.મજુરી (હાલ રહે વાગડીયા નિશાળ ફળીયુ તા. ગરૂડેશ્વર જી નર્મદા મુળ રહે. ખંભાત તા.ખંભાત જી. આણંદ )નાઓ પોતાના પતિને દરરોજ કુદરતી હાજતે જતા હોય ત્યારે વિડીયોકોલ કરતા હતા અને પોતાના પતિએ આમ વિડીયો કોલ કરવા બાબતે પત્નીને કહેતા મનમાં લાગી આવતા પોતાની જાતે ઘાસ મારવાની દવા પી લેતા તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. સલામતી પો.સ્ટે માં આ બાબતે જાણવા જોગ દાખલ થઈ છે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
