News of Friday, 23rd August 2024
ડેડીયાપાડા પોલીસે વેડછા ગામે જુગાર ઝડપી રૂ.૧૦,૭૪૦ ના મુદ્દામાલ સાથે 9 ને દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલાં વેડછા ગામમાં ચાલતા જુગાર ઉપર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે નવ જુગારીઓને ઝડપી લીધા હતા અને એક નાશી ગયો હતો
મળતી વિગતો અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે વેડછા ગામમાં ચાલતા જુગાર પર રેડ કરતા ત્યાંથી પકડાયેલ નવ ઇસમો તથા નાસી ગયેલ એક શખ્શ મળી કુલ-૧૦ શખ્શો વેડછા નિશાળ ફળીયા માં આવેલ મણીલાલભાઇ પાંચીયાભાઇ વસાવાની ઓરડીના પાછળની ભાગે ખુલ્લી જગ્યામા પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રોકડા રૂ.૬૬૭૦- તથા તથા અંગ ઝડતીના રૂ.૪૦૭૦ મળી કુલ કિં.રૂ. ૧૦,૭૪૦ ના મુદ્દામાલ સાથે નવ શખ્શો સ્થળ ઉપર પકડાઇ જઇ તેમજ એક શખ્શ નાસી જઇ ગુનો કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
