News of Friday, 23rd August 2024
મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન ઓફીસના સંચાલકો દ્વારા વિદેશ મોકલવાની લાલચે 3.50 કરોડની છેતપીંડી કરનાર 2 ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
યુ.કે. કેનેડા તથા અન્ય દેશોમાં નોકરી, રહેવાની સગવડ કરી આપવાના બહાને ૩૫થી વધુ ગ્રાહકો પાસેથી રૂપીયા પડાવવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચાયું હતું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડા દ્વારા નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા ખાસ ઝુંબેશ(ડ્રાઈવ) આપવામાં આવેલ અને આ ડ્રાઈવ દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી ભરૂચ એ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ખાસ ડ્રાઈવ દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ અને ભરૂચ એલ.સી.બી.ની વિવિધ ટીમો દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે પૈકી ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી બનાવેલ ઓફીસમાં યુ.કે. કેનેડા તથા અન્ય દેશોમાં નોકરી, રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકો પાસેથી રૂપીયા પડાવવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચી નોકરીની લાલચ અને વિશ્વાસ આપી, ૩૫ થી વધુ વ્યક્તિઓ પાસેથી સાડા ત્રણ કરોડથી વધુની રકમનો વિશ્વાસઘાત, છેતરપીંડી કરેલ આ ગુનામાં મુખ્ય સુત્રધાર ભાવીન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંતભાઇ કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ છે. જેથી પો.સ.ઈ. ડી.એ.તુવર એલ.સી.બી., ભરૂચ નાઓની ટીમ દ્વારા આ બંને શખ્સો ની પગેરૂ શોધી કાઢવા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરેલ. આ દરમ્યાન હકીકત મળેલ કે સાડા ત્રણ કરોડથી વધુ રકમનું વિઝા ફ્રોડ કરનાર ભાવીન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે, જે હકીકત આધારે એલ.સી.બી. ટીમને રાજકોટ ખાતે તપાસમાં મોકલી આપેલ અને રાજકોટ ખાતે તપાસમાં ગયેલ ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ કેમ્પ રાખી, સ્થાનિક રહીશો મુજબના વેશ ધારણ કરી, આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી પાડી, ભરૂચ એલ.સી.બી. કચેરી ખાતે લઇ આવી બંને આરોપીઓને વિઝા ફ્રોડના ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. ડી.એ.તુવર એલ.સી.બી.ભરૂચનાઓ ચલાવી રહ્યા છે.
પકડાયેલ આરોપીઓ :- (૧) ભાવીન પંકજભાઈ પરમાર (૨) ગુણવંતભાઈ નગીનભાઈ કવૈયા બંને રહે. સનસીટી એપાર્ટમેન્ટ, રૈયાધાર મહાદેવ મંદીર પાસે, રાજકોટ મૂળ રહે, સી/૧૦૨ સ્વપ્નસૃષ્ટી રેસીડેન્સી, ચામુંડા માતાના મંદીર પાછળ ઝાડેશ્વર રોડ, ભરૂચ
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
