News of Saturday, 24th August 2024
ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદીની જળસપાટીમાં વધારો : બારડોલીનો હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરકાવ
હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને હાલાકી:કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામ થયા સંપર્ક વિહોણા

ફોટો
સુરત: વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર થઇ રહૈ છે, દરમિયાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદીની જળ સપાટી વધતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ચોમાસામાં બીજી વખત હરિપુરા કોઝવે જળમગ્ન થયો છે.
હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામ થયા સંપર્ક વિહોણા થયા છે. ગોદાવાડી, ખંજરોલી, પીપર્યા, કોસાડી ગામનો સંપર્ક કપાયો છે. હરિપુરા આવવા માટે લોકો 20 કિ.મી.નો ચકરાવો ખાવા મજબૂર છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
