<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મહેસાણાના વિજાપુરમાં બારે મેઘ ખાંગા : 4 કલાકમાં ધોધમાર 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો : જળબંબોળ

વિજાપુરમાં 8 ઈંચ, કપડવંજમાં પોણા પાંચ ઈંચ, માણસામાં 4.29 ઈંચ, છોટા ઉદેપુરમાં 3.22 ઈંચ, દહેગામમાં 3.11 ઈંચ વરસાદ

અમદાવાદ :ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 8 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે 

. જ્યારે ખેડાના કપડવંજમાં પોણા પાંચ ઈંચ અને ગાંધીનગરના માણસા તાલુકામાં 4.29 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જાણો અન્ય ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

વિજાપુરમાં 8 ઈંચ, કપડવંજમાં પોણા પાંચ ઈંચ, માણસામાં 4.29 ઈંચ, છોટા ઉદેપુરમાં 3.22 ઈંચ, દહેગામમાં 3.11 ઈંચ વરસાદ નોંધાય છે. આ સાથે જ 106 તાલુકામાં સામાન્યથી 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે

(12:45 PM IST)