<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરુ :જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ

સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલી, મહુવામાં વરસાદ

સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

સુરત શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરુ થયું હતું. આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલી, મહુવામાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

વરસાદી માહોલ તેમજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે બારડોલીનો હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો

(12:47 PM IST)