<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ: લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

બપોરે 12 વાગ્યા સુધી સોનગઢમાં 3 ઈંચ, વાલોડમાં 1.8 ઈંચ, વ્યારામાં 1.7 ઈંચ, ડોલવણમાં 1.3 ઈંચ, કુકરમુંડામાં 1 ઈંચ અને નિર્જરમાં 4 મીમી વરસાદ વરસ્યો

સુરત : આજે વહેલી સવારથી તાપી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં હમણાં કેટલાક સમયથી વરસાદ વિરામ લીધા બાદ ગઈકાલથી આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ સોનગઢમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. જેથી કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો ન હતો. પરંતુ ગઈકાલ સવારથી વિવિધ ભાગોમાં મેઘમહેર થઈ રહી છે. આજે પણ વહેલી સવારથી 132 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

  તાપી જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા સુધી સોનગઢમાં 3 ઈંચ, વાલોડમાં 1.8 ઈંચ, વ્યારામાં 1.7 ઈંચ, ડોલવણમાં 1.3 ઈંચ, કુકરમુંડામાં 1 ઈંચ અને નિર્જરમાં 4 મીમી વરસાદ વરસ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

(12:50 PM IST)