<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

છેલ્લી 2 કલાકમાં ધરમપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં ડીસામાં 58 મીમી, ઉમરપાડામાં 55 મીમી, પારડીમાં 45 મીમી, સાગબારામાં અને કલોલમાં 38-38 મીમી, વાપીમાં 34 મીમી, ખેરગામમાં 32 મીમી વરસાદ વરસ્યો

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્ય છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 2 કલાકમાં ધરમપુરમાં 3 ઈંચ કરતા વધુ તો ડીસા અને ઉમરપાડામાં પણ 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જાણો 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.

આજે 10 થી 12 વાગ્યા દરમિયાન ધરમપુરમાં 80 મીમી, ડીસામાં 58 મીમી, ઉમરપાડામાં 55 મીમી, પારડીમાં 45 મીમી, સાગબારામાં અને કલોલમાં 38-38 મીમી, વાપીમાં 34 મીમી, ખેરગામમાં 32 મીમી, બાલાસિનોરમાં 30 મમી વરસાદ નોંધાયો છે.

(1:53 PM IST)