<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ભારતીય રેલવેની બેઠકમાં કેવડીયા રાજપીપળાને ટ્રેન સાથે જોડવા સાંસદ મનસુખભાઈ વસાવાએ મુદ્દો ઉઠાવ્યો

કેવડીયા રાજપીપળાથી અંકલેશ્વર થઈ ટ્રેન આગળ જાય તેવી પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ રજૂઆત કરી:આ રજુઆત એટલેથી નહિ અટકે પણ હું દિલ્હી જઈને રેલ મંત્રી અને વડાપ્રધાનને પણ આ બાબતે રજુઆત કરીશ :વસાવા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:અંકલેશ્વર રાજપીપળા ની ટ્રેન કેવડિયા સાથે જોડાય અને આ વિસ્તારનો વિકાસ ફરી વેગ પકડે એ બાબતે કેન્દ્રીય રેલવે વિભાગની બેઠકમાં ગંભીર પ્રશ્નો ઉઠાવી આ વર્ષમાં તમામ બાબતો અમલમાં આવે એવી રજુઆત સાંસદ મનસુખભાઈ  વસાવાએ અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં કરી અને અમારા આદિવસી વિસ્તારને રેલવે થી જોડશો તો અમારો વિકાસ થશે રોજગારીની તકો વધશે વ્યાપાર ઉધોગ ધંધા વધશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતી ટ્રેનોમાં ટ્રાફિક પણ વધશે તેવી વાત કહી અંકલેશ્વર રાજપીપળા ની ટ્રેન કેવડિયા સાથે જોડાય અને અમદાવાદ વડોદરા થી કેવડિયા આવતી ટ્રેન  કેવડિયા થી રાજપીપળા અંકલેશ્વર થઈને મુંબઈ તરફ જતી રહે  એવી પણ આં મિટિંગમાં ચર્ચા થઈ હોવાની વાત કરી છે.
આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ રજુઆત કરી હતી એ બાબતે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ, અંકલેશ્વર, કરજણ અને પાલેજ રેલવે સ્ટેશનોને લઈને સ્થાનિક લોકોની માંગણી મુજબ સ્ટોપેજ મળી રહે તે માટે તેઓએ રજૂઆત કરી. ખુબ મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોનાં લોકો રોજગાર માટે ભરૂચમાં વસતા હોઇ ખાસ કરીને બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ તરફ જતી ટ્રેનોનાં સ્ટોપેજ મળે તેવી માંગણી કરી. સાથે ભરૂચ અને અંક્લેશ્વરનાં રેલવે સ્ટેશનો પર અધતન પ્રકારની સુવિધા મળે એવી રજૂઆત કરી.અને અંકલેશ્વરથી રાજપીપલા જે ટ્રેન બંધ છે તે સુચારૂ રૂપથી ચાલુ થવી જોઈએ તથા એ ટ્રેન એકતાનગર સુધી લંબાવાય એવી પણ રજૂઆત કરી છે.રોડ રસ્તા થી સજ્જ આં વિસ્તાર છે પણ ટ્રેન વિસ્તાર માં આવે તો વિકાસ ઝડપથી થાય, નાના મોટા ઉદ્યોગ ધંધા વધે તો રોજગારી વધે, સ્થાનિક વેપારીઓ છે તેમને પણ દેશના ઔધોગિક શહેરો સાથે કનેક્ટિવિટી મળે આદિવાસી સમાજ સાથે બધાજ સમાજનો વિકાસ થાય એટલે ખાસ આ બેઠકમાં મે રજુઆત કરી છે. આ રજુઆત એટલેથી નહિ અટકે પણ હું દિલ્હી જઈને રેલ મંત્રી અને વડાપ્રધાન ને પણ આં બાબતે રજુઆત કરીશ

(1:15 AM IST)