News of Sunday, 25th August 2024
નાંદોદના નીકોલી ગામની સીમમાં ફરતા દીપડા પૈકી એક દીપડો રાત્રે ગામમાં આવી પડતાં લોકોમાં ભય
જોકે અત્યારસુધી સીમમાં મળી રહેતા ડુક્કરોથી સંતોષ માનતા દીપડાએ ગામમાં કોઈ પશુ કે વ્યક્તિને ઇજા કરી નથી:તાજેતરમાં ગામમાં વન વિભાગની ટીમને સીમમાં ત્રણેક દીપડા ફરતા હોવાની જાણ કરાઇ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકા માં આવેલા નિકોલી ગામની સીમમાં ઘણા સમયથી ત્રણેક દીપડા ફરી રહ્યા છે અને ત્યાં ફરતા ડુક્કરોને ફાડી ખાઈ પોતાનું પેટ ભરે છે જેના કારણે એકપણ દીપડો ખોરાકની શોધમાં ગામમાં આવ્યો ન હતો પરંતુ ગઈ રાત્રે એક કદાવર દિપડો ખેતર માર્ગે ગામમાં ઘુસતા ગ્રામજનો આ નજારો જોઈ ફફડી ઊઠયા હતા, જોકે આ દીપડાએ ગામમાં કોઈ પશુ કે વ્યક્તિને ઇજા કે નુકશાન કર્યું નથી છતાં આ જંગલી જાનવર ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.
ગામના અજયભાઈ પટેલના જણાવ્યા મુજબ ઉનાળાની ઋતું વખતથી ગામની સીમમાં ત્રણેક દીપડા ફરે છે અને ગઇકાલે રાત્રે એક દીપડો ગામમાં આવી ગયો હતો જેથી લોકોમાં ભય ફેલાયો છે,ગ્રામજનો એ હાલમાં ગામમાં આવેલા વન વિભાગ ના સ્ટાફ ને જાણ કરી હતી પરંતુ હવે ગામમાં દીપડો ઘુસી જતા અમે વન વિભાગ માં લેખિત જાણ કરી પાંજરું મુકાવિશું.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
