<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ગુજરાત અને પડોશી રાજ્યોના હાઇવે ઉપર મુસાફરી કરવાનો બને ત્યાં સુધી ટાળજો: જ્યાં છો ત્યાં જ રહો: બીબીસીની વેધર સાઈટે આવી રહેલ ખૂબ જ ગંભીર સ્થિતિની જાણકારી જાહેર કરી: ક્લાઉડબર્સ્ટની પણ શક્યતા

ગુજરાત અને પડોશી રાજ્યોમાં હાઇવે ઉપર મુસાફરી કરવાનું કૃપા કરીને ટાળજો: બીબીસી વેધર સાઇટ ઉપર સમગ્ર ગુજરાતને આવરી લેતી ગંભીર પરિસ્થિતિની જાણકારી અપાઈ: આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ક્લાઉડબર્સ્ટની શક્યતા*

બીબીસીની લેટેસ્ટ હવામાન સાઇટ ઉપર ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીમાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે. 

જો કોઈ પહેલેથી હાઈવે રોડ પર અથવા હોટેલ, રિસોર્ટ અથવા સંબંધીના ઘરે હોય, તો કૃપા કરીને થોડા દિવસો ત્યાં જ રહો. હાઇવે પર જવાનું સાહસ તમને કલ્પનાતીત મુશ્કેલીઓમાં મૂકી શકે છે. 

કૃપા કરીને હાલમાં હાઇવે પર મુસાફરીને ટાળો અને સુરક્ષિત રહો.

(4:02 PM IST)