તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
શામળાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યુઃ લાઈટ શૉનું આકર્ષણ

અમદાવાદઃ શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવતા હોય છે. આવતીકાલે જન્માષ્ટમીને લઈ કૃષ્ણ મંદિરોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અરવલ્લી ખાતે આવેલ શામળાજી મંદિરને રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. યાત્રાધામમાં જન્માષ્ટમીને લઈ લેસર લાઈટિંગ અને સાઉન્ડ શો એ આકર્ષણ જમાવ્યું હતું.
જન્માષ્ટમીનાં દિવસે મંદિર પરિસર ખાતે યોજાનાર કાર્યક્રમો
તે સવારે સવારે 6 કલાકે મંદિર ખુલશે અને 6.45 કલાકે મંગળા આરતી થશે. સવારે 9.30 પછી શામળાજીની શણગાર આરતી કરાશે. સવારે 11.30 વાગ્યે શામળાજીને રાજભોગ ધરાવીને કપાટ બંધ થશે.બપોરે 12.15 કલાકે દ્વાર ખોલીને ભગવાનની રાજભોગ આરતી થશે. બપોરે 1 થી 2 કલાક સુધી ભગવાન આરામ માટે મંદિર બંધ રહેશે. ત્યારે બાદ બપોરે 2.15 કલાકથી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. સાંજે 7 વાગ્યે શામળાજીની સંધ્યા આરતી થશે. રાત્રે 8 વાગ્યે શામળિયાને શયન ભોગ ધરાવવામાં આવશે. મધ્યરાત્રિ 12 કલાકે જન્માષ્ટમી મહોત્સવી ઉજવણી કરાશે. ત્યારબાદ રાત્રે 1 કલાકે મંદિરના કપાટ બંધ કરવામાં આવશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
