<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

વેલ માર્ક લો પ્રેશર આજે સવારે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું : . હાલ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને સંલગ્ન દક્ષિણ - પૂર્વ રાજસ્થાનના વિસ્તારો પર સ્થિર

સર્જાયેલ ડીપ્રેશન આગામી કલાકોમાં પશ્ચિમ - દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધી શકે - ગુજરાત વેધરમેન અંકિત પટેલ : આગામી 48 કલાકો દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની, દક્ષિણ રાજસ્થાન / ઉત્તર ગુજરાત બોર્ડર પાસે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે

ટંકારા : વેલ માર્ક લો પ્રેશર આજે સવારે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. હાલ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને સંલગ્ન દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના  વિસ્તારો પર સ્થિર રહેલું છે અને આગામી કલાકોમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે તેમ ગુજરાત વેધરમેન અંકિત પટેલે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 48 કલાકો દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની, દક્ષિણ રાજસ્થાન / ઉત્તર ગુજરાત બોર્ડર પાસે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. સાથે સિસ્ટમ જે ગઈ કાલ સુધીમાં લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી હતી તે હવે આગામી 24 કલાકોમાં  પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે.

આગામી 48 કલાકોમાં સિસ્ટમ મજબૂત બનવાની સંભાવના હોવાથી વાતાવરણના ઉપરના લેવલના પવનોમાં બદલાવ આવવાની સંભાવના હોવાથી સિસ્ટમ સામાન્ય કરતાં થોડી ધીમી ગતિએ આગળ વધી શકે છે અને સિસ્ટમ મોટેભાગે પશ્ચિમ તરફ આગળ વધશે.

સિસ્ટમનો સંભવિત ટ્રેક આ મુજબ રહી શકે છે:

ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રેદેશ > દક્ષિણ રાજસ્થાન/ઉત્તર ગુજરાત બોર્ડર > કચ્છ/દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન બોર્ડર > દક્ષિણ પાકિસ્તાન/ઉત્તર અરબ સાગર

આથી અસર હેઠળ સિસ્ટમ સામાન્ય કરતાં વધુ સમય સુધી ગુજરાત/રાજસ્થાન બોર્ડર અને કચ્છ/દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન બોર્ડર આસપાસ રહી શકે છે. સિસ્ટમની મજબૂત બનવાની સંભાવના જોતાં તેમજ સિસ્ટમની સામાન્ય કરતાં ધીમી ગતિએ આગળ વધવાની સંભાવના જોતાં, આગામી 72 કલાકો દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને  કચ્છના વિસ્તારોમાં ભારે થી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

જિલ્લાવાઇઝ જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા તેમજ સમગ્ર કચ્છ જિલ્લાઓના વિસ્તારોમાં ભારે થી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.  વરસાદની માત્રા જોઈએ તો 5 ઈંચ થી 15 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં 15 ઈંચ થી પણ વધુ વરસાદ પડી શકે છે તેમ અંકિતભાઈ એ છે

અહિયાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ સાથેના સમાચારમાં  દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નો ઉલ્લેખ કરાયો નથી કેમ કે પહેલાથીજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના સેવાય રહી છે.

 

(5:13 PM IST)