News of Sunday, 25th August 2024
મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: 5 તાલુકામાં વરસાદ :વાંકાનેરમાં ધોધમાર સવા બે ઈંચ ખાબક્યો
હળવદમાં 12 મિ.મી., મોરબીમાં 5 મિ.મી., માળીયામાં 5 મિ.મી., ટંકારામાં 2 મિ.મી વરસાદ નોંધાયો

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાથી માંડીને ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને આજે મોરબીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં જિલ્લાના તમામ તાલુકામાં 2 થી 75 મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારથી મોરબી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. જો કે બપોરે 12 વાગ્યા બાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં સૌથી વધુ 75 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, હળવદમાં 12 મિ.મી., મોરબીમાં 5 મિ.મી., માળીયામાં 5 મિ.મી., ટંકારામાં 2 મિ.મી વરસાદ નોંધાયો છે.
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 129 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી મોરબી જિલ્લાના વાંકાનેરમાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ભરૂચના ઝઘડિયામાં 38 મિ.મી., નેત્રંગમાં 37 મિ.મી, નવસારીના ગણદેવીમાં 30 મિ.મી, સુરતના માંગરોળમાં 28 મિ.મી., રાજકોટમાં 27 મિ.મી, છોટા ઉદેપુરમાં 27 મિ.મી વરસાદ નોંધાયો છે.
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 179 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામમાં 248 મિ.મી., વલસાડમાં 167 મિ.મી., ધરમપુરમાં 149 મિ.મી, ડાંગના આહવામાં 139 મિ.મી, વલસાડના કપરાડામાં 134 મિ.મી., નર્મદાના સાગબારા અને રાજકોટમાં 133 મિ.મી., નર્મદાના ડેડીયાપાડામાં 129 મિ.મી., નવસારીના વાંસદામાં 128 મિ.મી., રાજકોટના પડધરીમાં 124 મિ.મી તેમજ વલસાડના વાપીમાં 124 મિ.મી વરસાદ પડ્યો છે.
સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 65 તાલુકામાં 1 ઈંચથી વધુ, 35 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 22 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
