તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Sunday, 25th August 2024
કૃષ્ણ જન્મને વધાવવા મન મૂકીને વરસતા મેઘરાજા:સવારે 6 વાગ્યા થી બપોર નાં 4 વાગ્યા સુધીમાં વલસાડ, નવસરી અને ડાંગ જીલ્લા માં અનરાધાર વરસાદ
ખેરગામ 10 ઈંચ, વાલોડ 6.5 ઈંચ, ધરમપુર 6 ઈંચ, રાજકોટ 5.5 ઈંચ ભારે વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :સાતમ આઠમનાં પાવન પર્વ વેળાએ કૃષ્ણ જન્મને જાણે વધાવતા હોય તેમ રાજ્યનાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસતા જળબંબાકાર સર્જાયો છે.
સવારે 6 વાગ્યાથી લઇ સાંજ નાં 4 વાગ્યા સુધીમાં એટલે કે 10 કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો....
ખેરગામ 248 મિમી, વલસાડ 167 મીમી, ધરમપુર 149 મીમી, ડાંગનાં આહવામાં 139 મીમી કપરાડા 134 મિમી, સાગબારા 133 મીમી, રાજકોટ 133 મિમી, ડેડીયાપાડા 129 મીમી, વાસંદા 128 મીમી, વઘઇ 127 મીમી, પડધરી 124 મીમી વરસાદ નોંધાયેલ છે.
જયારે વાપી છેલ્લાં 30 કલાક થી અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારો માં પાણી ફરી વળ્યા છે, વાપી 124 મીમી, પારડી 121 મીમી, કુકરમુંડા 118 મીમી, કવાંટ 103 મીમી વરસાદ નોંધાયેલ છે.
આ ઉપરાંત રાજ્યનાં 45 તાલુકા ઓ માં ઝરમર થી 4 ઈંચ સુઘીનો વરસાદ નોંધાયો છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
