News of Sunday, 25th August 2024
કાલે અમરેલી, ભાવનગર સહીત રાજ્યના 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જન્માષ્ટમી દરમિયાન ગુજરાતભરમાં મેઘમહેર થવાની સાથે આગામી સતત ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી છે.
26 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કાલે (26 ઑગસ્ટ) રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘરાજા ધડબડાટી બોલાવશે, ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
