<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

નર્મદા ડેમમાંથી 15 ગેટ ખોલી 2.35 લાખ ક્યુસેક અને કરજણ ડેમના 5 ગેટ ખોલી 54.962 ક્યુસેક પાણી છોડાયુ

રાજપીપળા સહિત જિલ્લામાં ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ, ઠેર ઠેર પાણી ભરાયાં: ભારે વરસાદના કારણે નવાપરા, નિકોલી ગામમાં ભેખડનું ધોવાણ થયા પાણીની લાઈનોને નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સમગ્ર ગુજરાતમાં તારીખ ૨૪ થી તારીખ ૨૮ ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી છે જેને લઇને છેલ્લા બે દિવસથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે અને રવિવારે તો ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.
વાત કરીએ ડેમની તો કંટ્રોલ માંથી મળતી માહિતી મુજબ નર્મદા ડેમમાંથી આજે બપોર ત્રણ વાગે 15 ગેટ ખોલી કુલ 2 લાખ 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે કરજણ ડેમ માંથી 5 ગેટ ખુલ્લા કરી કુલ 54 હજાર 962 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, નાંદોદ તાલુકાના કેટલાક ગામોને પહેલે થી જ તંત્ર એ સાવચેત કર્યા હતા, જોકે પાણીના કારણે નવાપરા નીકોલી સહિત ના કેટલાક ગામોની નદીઓ જળબંબાકાર જોવા મળી અને નવાપરા ગામમાં ભેખડ પણ પાણીમાં ધોવાઈ જતા સરકારની પાણીની લાઈનોને પણ નુકશાન થયું હોવાનું સ્થાનિક અગ્રણી દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું.
હજુ ઉપરવાસમાં જો સતત વરસાદ ચાલુ રહેશે તો નર્મદા અને કરજણ ડેમમાં રૂલ લેવલ જાળવવા વધુ પ્રમાણ માં પાણી છોડવામાં અવેશે તો નદી કિનારાના ખેતરો માં પણ પાણી ઘૂસવાની સંભાવના જણાઈ રહી છે માટે હાલમાં ખેડૂતો પણ ચિંતિત છે


 

(9:58 PM IST)