તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
બે વર્ષથી આજીવન કેદની સજા ભોગવનાર, ફર્લો રજા ઉપરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પી.આર. ચૌધરી પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓને નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓને ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના આપતા જે આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા કેદીની તપાસમાં તિલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં હતા.તે વખતે બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે તથા નસવાડી પો.સ્ટે. ના ગુનામાં આજીવન કેદની સજા હેઠળ મધ્યસ્થ જેલ વડોદરા ખાતેથી ફર્લો રજા પર આવેલ ફરાર કેદી તા.૨૬/૦૪/૨૦૨૨ નાં રોજથી ફરાર કેદી નં.૭૯૬૩૬ જયંતીભાઈ દલસુખભાઇ ઉર્ફે દલુભાઈ નાયકા મુળ (રહે.રાયસીગપૂરા તા.નસવાડી જી. છોટાઉદેપુર હાલ રહે.સિધ્ધીયાપુરા તા.તિલકવાડા જી.નર્મદા )નાનો ભાવનગર જિલ્લાના ભાવપુરા ગામની સીમમાં હોવાની ચોક્કસ બાતમી સાથેનાં એ.એસ.આઇ. અશ્વીનભાઇ જયસુખભાઇ બ.ન.૭૬૩ નાઓને મળેલ હોય જે બાતમી ના આધારે આ ફરાર કેદી ભાવપુરા ગામની સીમમાંથી મળી આવતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ તિલકવાડા પો.સ્ટે.ના ઉપરોકત ગુનાના કામે તા.૨૪/૦૮/૨૦૨૪ ના રોજ સોંપવામાં આવેલ છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
