News of Sunday, 25th August 2024
વિકાસની વાતો પોકળ:સાગબારાના મકરાણ તથા મોવી ગામના વિદ્યાર્થીઓ ને વાલીઓના ખભા પર બેસી નદી પાર કરવી પડે છે
મકરાણ ગામ પાસે પાઇપ નાળું 2 વર્ષ થી તૂટી જતા જ્યાંથી અવર જવર માટે ખુબ જ મુશ્કેલી :ગામની વચ્ચેથી પસાર થતી નદીમાં ગામના બાળકો ને શાળાએ જવા માટે વાલીઓએ ખભા પર બેસાડીને એક કિનારેથી બીજા કિનારે મૂકવા જવું પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ તથા મોવી ગામ માં જવા આવવા માટે વિદ્યાર્થીઓ તથા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં એક વર્ષ અગાઉ જ સાગબારાથી મોવી સુધીનો રસ્તો મંજૂર થયેલ હતો તે જેમતેમ પૂર્ણ થયો અને તેમાં પણ મોવી ગામ માં પહોંચવા માટે લગભગ એક કિલોમીટર જેટલો રસ્તો અધૂરો રહી ગયો અને એટલું પુરતું ના હોય ત્યાં જ મકરાણ ગામ પાસે એ જ રસ્તા પર પાઇપ નાળું 2 વર્ષ અગાઉથી તૂટી ગયેલ છે જ્યાંથી અવર જવર માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે, આ ગામની વચ્ચે થી નદી પસાર થાય છે જેથી આ જ ગામના બાળકો ને શાળાએ જવા માટે વાલીઓએ ખભા પર બેસાડીને એક કિનારે થી બીજા કિનારે મૂકવા જવું પડે છે અને તાલુકા મથકે જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
આ બાબતે અમિયાર ગ્રામપંચાયતના સદસ્ય સુભાષ ભાઈ વસાવાએ જણાવ્યું કે આ ગામોમાં ઘણા લાંબા સમયથી આવી સ્થિતિ છે વિકાસના કામો માં અધૂરી કે વેઠ ઉતારતી કામગીરી કરાતા સ્થાનિક લોકો ને તકલીફ વેઠવાનો વારો આવે છે માટે સ્થાનિક અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ આ ગંભીર બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ છે
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
