<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

શહેરાવ ગામે કપિરાજને ભગડવા બાબતે બોલાચાલી થતા લાકડી વડે હુમલો, બે વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:૨૫ નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના શહેરાવ ગામમાં નજીવી બાબતે બોલાચાલી થતા માર મારનાર બે વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે
     મળતી માહિતી અનુસાર ભાણાભાઇ ફોગટભાઇ પરમાર (રહે.શહેરાવ, પરમાર ફળીયું) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ શહેરાવ ગામે તેમના આંગણામાં આવેલ કપીરાજો ને તેઓ ભગાડતા આ કપીરાજો રવિભાઇ ગણપતભાઇ તડવી( રહે.શહેરાવ )ના ઘર બાજુ જતા તેમણે ભાણાભાઈ ને કહેલ કે કેમ કપીરાજો અમારા ઘર બાજુ ભગાડો છો તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંની લાકડી વડે સપાટો મારી ઇજા કરી તેમજ હાથથી ગાલ ઉપર તેમજ માથાના ભાગે થપ્પડ મારી ઇજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ ચંપાબેન ગણપતભાઇ તડવી નાઓ  રહે.શહેરાવ રવિભાઈ નું ઉપરાણું લઇ આવી ઝગડો કરી ગમે તેમ ગાળો બોલતા રાજપીપળા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે


 

(10:11 PM IST)