તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 25th August 2024
રાજપીપળા આરજુ સોસાયટી માંથી પિત્તળના વાસણોની ચોરી કરનાર બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળામાં આવેલી આરજુ સોસાયટીના મકાનમાંથી પિત્તળના વાસણોની ચોરી થતા બે શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર અફઝલહુસેન મહેબુબભાઈ ચૌહાણ( રહે.આરજુ સોસાયટી, રાજપીપલા)નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના મકાન ના ધાબા ઉપર મુકેલા જુના વખતના પિત્તળના વાસણો માં નાની મોટી તપેલી નંગ.૩ જેની અંદાજીત કિ.રૂ.૧૫૮૦/- તથા ગ્લાસ નં.૧ જેની અંદાજીત કિ.રૂ.૭૦/- તથા નાની કોઠી આશરે ચાર લીટરની નંગ.૧ જેની અંદાજીત કિ.રૂ.૩૫૦/- તથા એક નાનો ડબ્બો જેની અંદાજીત કિ.રૂ. ૨૭૦/- તથા દેગડી નંગ.૧ જેની અંદાજીત કિ.રૂ.૫૩૦/- તથા બુઝારુ નંગ-૧ જેની અંદાજીત કિં.રૂ.૮૦/- તથા રકાબી નંગ-૧ જેની અંદાજીત કિ.રૂ.૧૫૦/- મળી કુલ કિ.રૂ.૩૦૩૦/-ની ચોરી કરી લઈ જઈ ગુનો કરતા તેમણે (૧) ફારૂખભાઈ રફીકભાઇ બલુચી રહે.સિંધીવાડ રબારી ફળીયું રાજપીપળાતથા (૨) સાદીક ગુલામમુરતુજા દિવાન (રહે.બાવાગોર ટેકરી રાજપીપળા )નાઓ વિરૂદ્ધ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
