News of Sunday, 25th August 2024
અગચેતી સાચી ઠરી : રાજપીપળા આંખ ની હોસ્પીટલ સામે જર્જરિત મકાન તૂટી પડ્યું
થોડા સમય પહેલાં જ અખબારમાં અહેવાલ આવ્યો જેમાં લખ્યું હતું કે શહેર માં ૫૦ થી વધુ જર્જરિત મકાનો ઉતારવા જરૂરી છે:વર્ષોથી બંધ આ મકાન ગત રાત્રે અચાનક તૂટી પડતા ત્યાં મુકેલી વાન ને નુકશાન:સાંકડા રસ્તા પરનું આ મકાન રાત્રીના સમયે તૂટતાં અવર જવર નહિ હોવાથી કોઈને કઈ થયું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં ઘણા જર્જરિત મકાનો છે જે ચોમાસા માં પડે તેવી શક્યતાઓ હોવાના અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયા હતા છતાં પાલિકા તંત્ર એ કોઈજ ધ્યાન નહિ આપતા ગત રાત્રે એક મકાન તૂટી પડ્યું જેમાં ત્યાં પાર્ક કરેલી એક વાન ને નુકશાન થયું હતું, જોકે રાત્રીનો સમય હોય ત્યાં ખાસ અવર જવર નહિ હોવાથી કોઈ ને ઇજા થઈ નથી છતાં તકેદારી માટે આવા જર્જરિત મકાનો પાલિકાએ ઉતારી લેવા જરૂરી છે.
રાજપીપળા આંખની હોસ્પિટલ સામે આવેલું અને વર્ષોથી બંધ રહેતું એક જર્જરિત મકન ગત રાત્રે લગભગ આઠ વાગે તૂટી પડ્યું જેમાં મકાન આગળ પાર્ક કરેલી એક ફોર વ્હીલ ગાડી (વાન) પર મકાનનો કાટમાળ પડતાં વાનને નુકશાન થયું હતું પરંતુ કોઈને ઇજા થઇ નથી.
જાણવા મળ્યા મુજબ પાલિકા દ્વારા આવા મકાનોને નોટિસ અપાઈ છે છતાં મકાન માલિકો બહાર રહેતા હોય કોઈજ ધ્યાન નહીં આપતા હોવાથી ક્યારેક આસપાસ રહેતા લોકો માટે આવા મકાનો જોખમી સાબિત થઈ શકે છે, પાલિકા દ્વારા નોટિસ ભલે અપાઈ પરંતુ નોટિસમાં પણ અમુક ચોક્કસ સમય આપતો હોય જેમાં આ સમયગાળામાં માલિક મકાન નહિ ઉતારે તો પાલિકા એવા મકાનોને ઉતારી માલિક પાસેથી ખર્ચ વસૂલ કરે છે પરંતુ આ ઘટનામાં માલિક કે પાલિકાએ મકાન નહિ ઉતારતા આખરે આ મકાન પડ્યું તો જવાબદાર કોણ..? શું કોઈ મોટી દુર્ઘટના બાદ પાલિકા તંત્ર જાગશે..?
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
