<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સાળાની પત્ની સાથે આડાસંબંધ :પછી એક દિવસ જોવા જેવી થઇ, અમદાવાદના રામોલનો કિસ્સો

તકરારમાં અચાનક ભત્રીજાએ તેની પાસે રહેલું ચાકુ કાઢીને ફોઈને એક ઘા હાથ પર મારી દીધો

અમદાવાદ: રામોલમાં રહેતી મહિલા તેના ભાઈને કોલ કરીને તેની પત્નીના ચારિત્ર્ય અંગેની ફરિયાદ કરતી હતી. ગત 18 ઓગસ્ટના રોજ ફોઈને ઘરે ભત્રીજો આવ્યો અને ફોઈ સાથે તકરાર કરવા લાગ્યો હતો.  તકરારમાં અચાનક ભત્રીજાએ તેની પાસે રહેલું ચાકુ કાઢીને ફોઈને એક ઘા હાથ પર મારી દીધો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ જતા યુવક નાસી ગયો હતો. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફોઈએ તેના ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  રામોલમાં રહેતી મહિલાના સગા ભાઈની પત્ની અને મહિલાના પતિ વચ્ચે પ્રેમસંબંધ હતો. આ મામલે મહિલા અને તેના ભાઈના ઘરમાં અનેક વખત ઝઘડા થયા કરતા હતા. આ મામલે મહિલાએ તેના ભાઈને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ મહિલાના ભાઈના ઘરમાં અનેક વખત ઝઘડા થતા રહેતા હતા.

   ગત 18 ઓગસ્ટના રોજ મહિલાનો પતિ ઉતરપ્રદેશ ગયો હતો. ત્યારે ભત્રીજો ફોઈના ઘરે આવ્યો અને મારા પિતાને કેમ ફોન કરો છો, કહીને તકરાર કરવા લાગ્યો હતો. જેથી ફોઈ તેના ભત્રીજાને સમજાવવા જતા ભત્રીજાએ તેની પાસે રહેલું ચાકુ કાઢીને ફોઈને મારી દીધું હતું. હાથમાં ચાકુનો ઘા વાગી જતા મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ જોઇને આરોપી ભત્રીજો નાસી ગયો હતો. ત્યારબાદ પાડોશીઓએ મહિલા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ મહિલાએ તેના ભત્રીજા વિરુદ્ધ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

(11:01 PM IST)