તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 25th August 2024
કીમ નદી બે કાંઠે: જળસ્તર વધતા તંત્ર એલર્ટ :માંગરોળના મોટા બોરસરા ગામનો હાઇવે બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ
કઠોદરા, કીમામલી, મોટાં બોરસરા, પાનસરા, ઉમરાછી સહિતના ગામોને એલર્ટ કરાયા: તલાટીઓને હેડ ક્વાર્ટર ના છોડવા સૂચના

સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામનો હાઇવે બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કીમ નદી બે કાંઠે થતા તંત્ર એલર્ટ થયું છે. ઓલપાડ, માંગરોળ, હાંસોટ તાલુકાને કીમ નદીના પાણી અસર કરે છે.
કીમ નદી બે કાંઠે થતાં નદીને અડીને આવેલા કઠોદરા, કીમામલી, મોટાં બોરસરા, પાનસરા, ઉમરાછી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. કીમ નદીનુ જળસ્તર વધતાં તંત્ર દ્વારા એલર્ટ વાળા ગામોના તલાટીઓને હેડ ક્વાર્ટર ના છોડવા સૂચના અપાઈ છે. કીમ નદીના પાણી બ્રિજ ઉપર ફરી વળતાં વાહનોની અવર જવર સાવચેતીના ભાગરૂપે બંધ કરાઈ છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
