તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 26th August 2024
મેડિકલ કોલેજાેને તોતિંગ ફી વધારા માટે રાજ્ય સરકારની મંજૂરી : ૧૩ મેડિકલ કોલેજાેની ફીમાં ૮૦ ટકાનો વધારો ઝીક્યો
ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે. સરકારના આ ર્નિણયથી વાલીઓ લાલઘુમ

અમદાવાદ : ગુજરાત સરકારે આ વર્ષની શરૂઆતમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજાેમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્યો હતો. પરંતુ ખાનગી મેડિકલ કોલેજાેમાં ધરખમ ફી વધારો ઝીંક્યો છે. સરકારે એમબીબીએસમાં એટલી બધી ફી કરી દીધી છે વાલીએ સંતાનને એમબીબીએસ કરાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની ૧૩ મેડિકલ કોલેજાેની ફીમાં ૮૦ ટકાનો વધારો થયો છે. ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે. સરકારના આ ર્નિણયથી વાલીઓ લાલઘુમ થયા છે. મધ્યવર્ગીય પરિવારોને પણ પોસાય તેમ નથી. એટલે કે પૈસાદાર પરિવારના સંતાનો જ ડોક્ટર બની શકશે. ગુજરાતમાં ય્સ્ઈઇજી હેઠળ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, પાટણ, ગોધરા, વલસાડ, નવસારી, જૂનાગઢ સહિત કુલ ૧૩ મેડિકલ કોલેજાે છે. તેમની ફીમાં ૮૦ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવાયો છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજાેની ફીમાં વધારો જાહેર કરાયો છે.
વાસ્તવમાં ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો છે. મેડિકલ કોલેજની ફીમાં એક વર્ષ માટે વધારો નક્કી કરાયો જ્યારે બે વર્ષની હવે નક્કી કરાશે. પ્રાથમિક વિગતો મુજબ ૧૯ મેડિકલ કોલેજની સ્મ્મ્જી ની ફીમાં ૧૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનો વધારો અપાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદની એન. ડી. દેસાઈ મેડીકલ કોલેજની ફીમાં વધારો અપાયો છે. આ કોલેજાેમાં સ્ટેટ ક્વોટામાં ૧૫૦૦, ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૭૫, મેનેજમેન્ટ ક્વોટામાં ૨૧૦ અને દ્ગઇૈં ક્વોટામાં ૩૧૫ બેઠકો ઉપલબ્ધ છે.
ખાનગી કોલેજાેની નવી જાહેરા કરાયેલી ફીમાં સરકારી ક્વોટામાં વાર્ષિક ફી સરેરાશ ૮થી ૧૦ લાખ રૂપિયા છે એટલે કે પાંચ વર્ષના ૫૦ લાખથી વધુ ખર્ચવા પડે અને મેનેજમેન્ટ ક્વોટામાં વર્ષની ફી સરેરાશ ફી ૧૮થી ૨૦ લાખ રૂપિયા છે. આમ એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે. સરકારના આ ર્નિણયનો વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
ફી વધારાના આ ર્નિણયને લઈને વાલીઓ અને પેરેન્ટ્સ એસોસિએશન સોસાયટી સામે ભારે નારાજ છે. તેમની માંગ છે કે આ ફી ઘટાડવી જાેઈએ જેથી મિડલ કે લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ પણ તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. એફઆરસીએ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ સહિતની ૧૯ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજાેમાં ૨ લાખથી ૪.૬૦ લાખની ફી વઘારો કરતા વાલીઓએ વિરોધ કર્યો છે. શનિવારે ગુલબાઈ ટેકરા સ્થિત એફઆરસીની ઓફિસ ખાતે વાલીઓએ ફી વધારા મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી વધારો પાછો ખેંચવાની માગણી કરી છે .
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
