News of Monday, 26th August 2024
અમદાવાદમાં રાત આખી ધોધમાર વરસાદ પડ્યો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા વાસણા બે રાજાના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા: વૃક્ષો તૂટી પડ્યા: અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

અમદાવાદમાં રાત આખી અનરાધાર વરસાદ વરસ્યો, રાત્રે ૧૨ થી સવારે ૬ સુધીમાં ૪ ઇંચ પાણી પડી ગયું.
પાણીની ભારે આવક વચ્ચે વાસણા બેરાજા ડેમના ૫ દરવાજા ખોલાયા, સાબરમતીમાં નવા નીર આવ્યા, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડીયા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા.
અખબાર નગર અંડર બ્રિજ બંધ, અનેક વૃક્ષો તૂટી પડ્યા.
ગુજરાત ઉપર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય બની છે.
અમદાવાદમાં પાંચ દિવસ અને ગાંધીનગરમાં ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
