News of Monday, 26th August 2024
ગુજરાતના માથા પર એકસાથે વરસાદની ત્રણ મોટી સિસ્ટમ સક્રિયઃ હવામાન વિભાગની ભયજનક આગાહીઃ સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ તથા ર૬ જિલ્લામાં વરસાદનું રૂદ્ર સ્વરૂપ જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતના માથા પર એકસાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહીનું ચિત્ર પલટાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શક્યતા છે. રાજ્યના આઠ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. તો રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આગામી 5 દીવસ ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તાપી, અમરેલી, ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો જ્યારે જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. આવતી કાલે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદ આવશે. અમદાવાદમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. માત્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. 27 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અને દીવમાં ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ જારી કરી દીધુ છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
