<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

રાજ્ય ના અનેક વિસ્તારો ને ધમરોળતા મેઘરાજા : અનેક ડેમ અને જળાશયો ની સતત વધતી જળસપાટી : ઉકાઈ ડેમ ની જળસપાટી 336 ફૂટે પોહોંચી : રાજ્ય ના ઘણા ડેમો અને જળાશયો તેમની ભયજનક સપાટી ની નજીક પોહોંચતાં તંત્ર અલર્ટ મોડ પર

આજે સવારે માત્ર 4 કલાક માં મોરવામાં હડફ 5 ઇંચ, આણંદમાં 4.5 ઇંચ અને ગોધરામાં 4 ઇંચ ભારે વરસાદ નોંધાયો : રાજ્ય ના અન્ય 128 તાલુકાઓ માં 1 મિમિ થી લઇ 24 મિમિ સુધી નો હળવો વરસાદ નોંધાયો

જીતેન્દ્ર રૂપારેલિયા, વાપી : પાવન જન્માષ્ટમી ના પર્વ વેળાએ મેઘરાજા પણ કૃષ્ણ જન્મ ને વધાવવા આતુર બન્યા છે. છેલ્લા ત્રણેક દિવસ થી રાજ્ય ના અનેક વિસ્તારો માં મેઘરાજા મન મૂકી ને વરસી રહ્યા છે.  આજે સવારે 6 વાગ્યા થી લઇ 10 વાગ્યા સુધી માં એટલે કે માત્ર 4 કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો મોરવા હડફ 127 મિમિ, આણંદ 112 મિમિ, ગોધરા 102 મિમિ, નડિયાદ 88 મિમિ, ડેસર 85 મિમિ, ફતેપુરા 75 મિમિ, સંતરામપુર 74 મિમિ, નખત્રાણા 71 મિમિ, વાસો 70 મિમિ, શહેરા અને પાદરા 68-68 મિમિ, બોરસદ 67 મિમિ, સીંગવડ 65 મિમિ, ઉમરેઠ 62 મિમિ અને ખંભાત 61 મિમિ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ધોળકા અને પેટલાદ 59-59 મિમિ, સાવલી અને ડાંગ - આહવા 58-58 મિમિ, ગળતેશ્વર 57 મિમિ, મહુધા 55 મિમિ, તારાપુર 53 મિમિ, વડોદરા 52 મિમિ, જાંબુઘોડા, સાંજેલી અને વઘઇ 46-46 મિમિ, ધંધુકા, હાલોલ અને મેઘરાજ 45- 45 મિમિ, કલોલ 44 મિમિ, લીમખેડા 42 મિમિ અને ઘોઘમ્બા 40 મિમિ વરસાદ નોંધાયો છે.

તો માતર અને બાલાસિનોર 39-39 મિમિ, સોજીત્રા અને બોડેલી 38-38 મિમિ, ધરમપુર 36 મિમિ, આંકલાવ 34 મિમિ, વિરમગામ 33 મિમિ, ભુજ અને છોટાઉદયપુર 32-32 મિમિ, વાઘોડિયા, કરજણ અને જેતપુર પાવી 31- 31 મિમિ, ઠસરા, ડભોઇ અને સુબીર 30-30 મિમિ, ખેડા 27 મિમિ, વાંસદા, ખેરગામ અને સાંખેડા 27-27 મિમિ, ધોલેરા 26 મિમિ, સાંતલપુર અને દાહોદ 25- 25 મિમિ વરસાદ નોંધાયો છે.

આ સાથે રાજ્ય ના અન્ય 128 તાલુકાઓ માં 1 મિમિ થી લઇ 24 મિમિ સુધી નો હળવો વરસાદ નોંધાયો છે. રાજ્ય ના ઘણા ડેમો અને જળાશયો તેમની ભયજનક સપાટી ની નજીક પોહોંચતાં તંત્ર અલર્ટ મોડ પર આવ્યું છે અને નીચાણ વાળા વિસ્તારો માં થી લોકો નું સ્થળાંતર કરાવી રહ્યા છે. આ સાથે દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી 10 વાગ્યે 336.44 ફૂટે પોહોંચી છે અને 247363 ક્યુસેક પાણી ના ઇનફ્લો સામે 247363 ક્યુસેક પાણી નો આઉટફ્લો થઇ રહ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમ ના નજીક ના રિવા નગર માં થી પાણી ભરવાના લીધે 26 પરિવારો નું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવા માં આવ્યું છે.

 

(11:44 AM IST)