<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ગુજરાત વેધરમેન અંકિત પટેલનો આજનો હવામાન વર્તારો : 25 ઓગસ્ટના રાત્રે ૧૧:૩૦ વાગ્યે ડિપ્રેશન મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું : રાજ્યમાં ૩-૪ દિવસ પવનોની ગતિમાં વધારો જોવા મળી શકે

વરસાદી સિસ્ટમ આગામી કલાકો દરમિયાન ધીમી ગતિએ પશ્ચિમ - દક્ષિણપશ્ચિમ દિશામાં ગતિ કરશે

ટંકારા : ગુજરાત વેધરમેન અંકિત પટેલે જણાવ્યું છે કે 25 ઓગસ્ટના રાત્રે ૧૧:૩૦ વાગ્યે ડિપ્રેશન મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. અ સાથે ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે વરસાદી સિસ્ટમનું લોકેશન :- 24.3 N 74.3 E હતું.

ગઈકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યે ડીપ ડિપ્રેશનનું કેન્દ્ર રાજસ્થાનના ઉદયપુરથી ૯૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તેમજ ડીસાથી ૨૫૦ કિલોમીટર પૂર્વમાં હતું. વરસાદી સિસ્ટમ આગામી કલાકો દરમિયાન ધીમી ગતિએ પશ્ચિમ - દક્ષિણપશ્ચિમ દિશામાં ગતિ કરશે.

વરસાદી સિસ્ટમનો સંભવિત માર્ગ નીચે મુજબ રહી શકે:
દક્ષિણ રાજસ્થાન/ઉત્તર ગુજરાત બોર્ડર > દક્ષિણ પૂર્વ પાકિસ્તાન/કચ્છ બોર્ડર > દક્ષિણ પાકિસ્તાન/ઉત્તર અરબ સાગર

વરસાદી સિસ્ટમ મજબૂત બનતા સિસ્ટમ આસપાસ ફૂંકાતા પવનોની ઝડપ પણ વધેલ છે. રાજ્યમાં ૩-૪ દિવસ પવનોની ગતિમાં વધારો જોવા મળી શકે છે. તેમજ સંભવિત સ્થળોએ ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે.

 

(11:50 AM IST)