News of Monday, 26th August 2024
ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ કાલ સુધી ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને ગુજરાત સહિત વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સોમવારે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. IMD એ મયુરભંજ અને કેંદુઝાર તેમજ ઢેંકનાલ, અંગુલ, જાજાપુર, કેન્દ્રપારા, કટક અને જગતસિંહપુર સહિત ઓડિશાના ઉત્તરપૂર્વીય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કાલે 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સામાન્ય જીવન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રવિવારે પણ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહ્યા હતા. પવનની તેજ ગતિએ ભેજવાળી ગરમીથી રાહત આપી હતી. હવામાન વિભાગનું અનુમાન છે કે, સોમવારે પણ હવામાન લગભગ આવું જ રહેશે. આ ઉપરાંત હવા પણ સ્વચ્છ રહેશે.
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. વિદર્ભમાં એક કે બે ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જ્યારે પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણાના ભાગો, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ શક્ય છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
